માળીયા અને હળવદ પંથકમાં કરા પડ્યા : મોરબીના અનેક ગામોમાં ઝાપટા

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળે છે.જાણવા મળતી વિગતો અનુસાર માળીયા અને હળવદ પંથકના કેટલાક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.માળીયાના નવા ઘાટીલા અને હળવદના ટીકર, સાપકડા, સુરવદર, સરંભડા, પાંડાતીરથ, મીયાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે મોરબીના ગિડચ ,પાનેલી,રતાવીરડા, ઓળ, ડુંગરપુર, સરતાનપર સહિતના ગામોમાં ઝાપટા પડ્યા હતા.

આ કમોસમી વરસાદથી ખેડૂતો વધુ બેહાલ બન્યા છે .જોકે મોરબી જિલ્લો આ ચોમાસામાં પહેલેથી જ અતિવૃષ્ટિથી પ્રભાવિત રહ્યો છે.ત્યારે દિવાળી પછી પડેલા માવઠાની હજુ કળ વળી નથી.અને આજે ફરી માવઠા જેવો માહોલ સર્જાતા ખેડૂતો ફરી ચિંતાતુર બની ગયા છે.

- text

માળીયા અને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સોપારી જેવડા બરફના કરાનો વરસાદ થયો હતો.જોકે મોરબીમાં પણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે.આથી આ વખતે ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટિ થયા બાદ પણ સતત માવઠા પડતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.દિવાળી પછી પણ વરસાદ અટકવાનું નામ લેતો ન હોવાથી ખેડૂતો આફ્તમાં મુકાય ગયા છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text