મોરબી : બિનસચિવાલયની પરીક્ષા માટેના વર્કશોપમાં SPએ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી અને TTC એકેડમી – રાજકોટ દ્વારા બિન-સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષાને આખરી ઓપ આપવા માટે TTC એકેડમી – રાજકોટના નિષ્ણાત અને તજજ્ઞ અધ્યાપકો દ્વારા 7 નવેમ્બરથી 12 નવેમ્બર દરમિયાન સવારે 9થી સાંજે 5 સુધી સમગ્ર અભ્યાસક્રમના અલગ-અલગ વિષયોમાંથી પરીક્ષાલક્ષી મુદ્દાઓનું કોચિંગ અને ગાઈડન્સ માટે ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપના આજે અંતિમ દિવસે મોરબીના એસ.પી. ડો. કરણરાજ વાઘેલા, પી.આઈ. આર. જે. ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને વકતવ્ય આપી પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરી પરીક્ષામાં સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસની ફી ખુબ જ વધુ હોય છે. ત્યારે સામાન્ય સ્થિતિ ધરાવતાં વિદ્યાર્થીઓ કે જે આ ફી ભરી શકવા સક્ષમ નથી, તેને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text