હત્યાનો ભેદ ઉકેલાયો : પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો

- text


સીરામીક કારખાનામાં ગઈકાલે શ્રમિક યુવાનની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : પોલીસે પત્નીની ધરપકડ કરી તેના પ્રેમીને ઝડપી લેવા તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અગાશીમાંથી ગઈકાલે સવારે શ્રમિક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મોરબી એલસીબી સ્ટાફે આ યુવાનની રહસ્યમય હત્યાના બનાવનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની તપાસમાં મૃતકની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિની નિંદ્રાધીન હાલતમાં જ હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું. હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરીને તેના પ્રેમીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ રહસ્યમય હત્યાના બનાવની મોરબી તાલુકા પોલીસ અને એલસીબી પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર ધુંટું ગામની સીમમાં આવેલ સિવેન સીરામીક કારખાનની અગાશીમાંથી ગઈકાલે વિજય ખીમજીભાઈ ગણાવા ઉ.વ.21 નામના મજૂરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખેસડીને આ બનાવની તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસમાં આ શ્રમિક યુવાનની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. આથી મૂળ મધ્યપ્રદેશના વતની અને આજ સીરામીક કારખાનામાં મૃતકની સાથે રહેતા તેના ભાઈ મનોજ ખીમજીભાઈ ગણાવાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેના ભાઈ વિજયને કોઈ કારણસર અજાણ્યા શખ્સોએ માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.

- text

જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ ઋતુરાજસિંહ જાડેજા સહિતની ટિમ તથા એલસીબીની ટીમે આ રહસ્યમય હત્યાના બનાવની તપાસ હાથ ધરી છે. જો કે શ્રમિક યુવાનની રહસ્યમય હત્યાના બનાવમાં તેની પત્ની વજાબેન વિજયભાઈ ગણાવાની સંડોવણી હોવાની શંકા ઉઠી હતી. આથી, પોલીસે આ દિશામાં તપાસ ચલાવતા ગણતરીની કલાકોમાં આ બનાવનો ભેદ ઉકેલાય ગયો હતો. પોલીસ સમક્ષ મૃતક યુવાનની પત્નીએ આપેલી કબૂલાત મુજબ મૃતક યુવાન આ સીરામીક કંપનીમાં રહીને ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.જોકે તેના પતિને અન્ય સ્ત્રી સાથે આડોસંબંધ હોવાની શંકા જાગી હતી. આથી, બન્ને વચ્ચે ઝઘડા થતા હતા અને બન્ને વચ્ચે મનમેળ પણ રહ્યો ન હતો. પતિ સારી રીતે રાખતો ન હોવાથી તેની પત્ની કંટાળી ગઈ હતી. આ દરમિયાન તેણીને મોરબી નજીક અન્ય સીરામીક કંપનીમાં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા સુખરામ નામના શખ્સ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિની સતત અવહેલનાથી કંટાળી અને આડાસંબંધોમાં અંધ બની ગયેલી પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનો કારસો રચ્યો હતો અને બનાવની રાત્રીના સમયે સીરામીક ક્વાર્ટરની અગાશી પર ખાટલામાં સુતેલા પતિ વિજયને પત્ની વજાબેને પ્રેમી સુખરામ સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરીને તેના પ્રેમીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text