હળવદ : અપહરણ ગુનાનો આરોપી ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમએ પકડી પડ્યો હતો. અપહરણનો ભોગ બનનાર પણ મળી આવતા તેમને વાલીને સોંપવા અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

ગઈકાલે તા. 12 નવેમ્બરના રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ પટેલને મળેલ બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામે તાપસ કરતા હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતો-ફરતો આરોપી વિકેશ / કનુભાઈ ભીલ (ઉ. વ. 20, ધંધો – ખેત મજૂરી, રહે. નખલપુરા, નસવાડી, જી. છોટા ઉદેપુર, હાલ રહે. કોલીથડ, ચંદુભાઈ પટેલની વાડીએ, તા. ગોંડલ) તથા ભોગ બનનાર બંને મળી આવતા આરોપીની ધોરણસર અટક કરવામાં આવી હતી તેમજ ભોગ બનનારને તેના વાલીને સોંપવા અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ હતા. આ કાર્યવાહીમાં મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મકવાણા તથા જયપાલસિંહ ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ પટેલ તથા મહિલા લોક રક્ષક પ્રિયંકાબેન પૈજા જોડાયેલ હતા.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text