મોરબી જિલ્લામાં પાંચ વર્ષમા BSNLના કનેકશનોમાં અડધો અડધ ઘટાડો

- text


પાંચ વર્ષ પૂર્વે કનેકશનોની સંખ્યા 13 હજારે હતી જે આજે ઘટીને 7771એ પહોંચી
લેન્ડ લાઇનના ઘટતા કનેક્શન પાછળ મોબાઇલના વધતા જતા પ્રમાણની સાથે બીએસએનએલની કથળતી સેવાઓ પણ જવાબદાર

મોરબી : મોબાઈલ યુગમાં હવે લેન્ડ લાઈનનો ક્રેઝ સાવ ઘટીને તળિયે પહોંચી ગયો છે.જેમાં મોરબી જિલ્લામાં પાંચ વર્ષ પહેલાં 13 હજાર જેટલા બીએસેનલના લેન્ડ લાઈન કનેક્શનો હતા.જેમાંથી હવે ઘટીને હાલ મોરબી જિલ્લામાં 7771 જેટલા જ લેન્ડ લાઇનના કનેક્શનો બચ્યા છે.જોકે આ લેન્ડ લાઈન કનેકશનોના ઘટતાં પ્રમાણ પાછળ મોબાઇલની સાથે બીએસએનએલની કથળતી સેવાઓ પણ જવાબદાર મનાઈ છે.

મોરબી જિલ્લામાં બીએસએનએલના ચાર યુનિટો આવેલા છે.જેમાં મોરબી,માળીયા,વાંકાનેર અને ટંકારા એમ ચાર યુનિટોનો સમાવેશ થાય છે.2014માં આ ચાર યુનિટોમાં 13 હજાર જેટલા લેન્ડ લાઇનના કનેક્શનો નોંધાયેલા હતા.જેમાં બોર્ડ બેન્ડ કનેક્શન માત્ર 3 હજાર જેટલા જ છે.જોકે બોર્ડ બેન્ડમાં કશો જ ફરક પડે એમ નથી પણ લેન્ડ લાઇન કનેક્શન સતત ઘટતા ચિંતાજનક બાબત છે.દર મહિને 65 થી 70 જેટલા લેન્ડ લાઈન કનેક્શનો બંધ થાય છે.એની સામે માત્ર 35 નવા લેન્ડ લાઈન કનેક્શન ચાલુ થાય છે.જોકે પાંચ વર્ષ પહેલાં મોરબી જિલ્લામાં 13 હજાર જેટલા લેન્ડ લાઈન કનેક્શનો હતા.તેમાંથી ઘટીને મોરબી જિલ્લામાં હાલ 7771 લેન્ડ લાઈન કનેક્શન બચ્યા છે.આમ બીએસેનલના લેન્ડ લાઈન કનેક્શનો ઘટી રહ્યા છે.જોકે મોબાઈલ યુગ શરૂ થયો ન હતો તે સમયે બીએસએનએલના સૂર્ય મધ્યાહને તપતો હતો.પણ જેવા મોબાઈલ આવ્યા કે તુરત જ લેન્ડ લાઇનની સેવાની માંગ ઘટી રહી છે.સામન્ય માણસો લેન્ડ લાઈનનું કનેક્શન લેવા માંગતા જ નથી.હવે તો એક ઘરમાં જેટલા મોટા વ્યક્તિઓ હોય એટલા ફોન આવી ગયા છે અને એ પણ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન. તેથી હવે લોકો ફોનના દબલા જેવી જૂની સેવા શુ કામ પસંદ કરે છે.આથી આ ફોનના ડબલા માત્ર સરકારી કચેરીઓ,સંસ્થાઓ અને વિવિધ કંપનીઓ પૂરતા જ સીમિત રહી ગયા છે.જોકે બીએસએનએલ પણ દુનિયા સાથે કદમ મિલવાને બદલે વોહી રફતારની જેમ સેવાઓ કથળતા લેન્ડ લાઈન સેવા ખાડે ગઈ છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text