સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રંગોળી થકી ડેન્ગ્યુ નાબુદીનો સંદેશો

- text


ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સાવડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બેકાબુ બનતા જતા ડેન્ગ્યુના રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં લઇ ફોગીંગ સહિતના વિવિધ પગલાંઓ દ્વારા ડેન્ગ્યુને નિયંત્રિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. તેમજ વિવિધ માધ્યમોં દ્વારા ડેન્ગ્યુથી રક્ષણ મેળવવા માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.

- text

આવા પ્રયાસોના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ નાબુદીનો સંદેશો આપતી ‘નો ડેન્ગ્યુ’ના કેપ્શન સાથે રંગોળી કરવામાં આવી હતી. આ રંગોળીમાં ડેન્ગ્યુ સામે રક્ષણ મેળવવા માટે રાખવી પડતી જરૂરી તકેદારી જેમ કે પાણીને સ્વચ્છ અને ઢાંકીને રાખવું, કચરાનો નિકાલ કરવો જેવી પ્રવૃત્તિઓ દર્શાવીને ડેન્ગ્યુના રોગ અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રંગોળી બનાવવા માટે સાવડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ભાસ્કર વિરસોડીયા, સુપર વાઇઝર હિતેશ પટેલ, RBSKના ડો. મિનલબેન હાલપરા સહિતના લોકોએ મહેનત કરી હતી.

- text