નાની વાવડી ગામે સ્મશાનમાં લીંબડાના વૃક્ષમાંથી સફેદ પ્રવાહી નીકળયુ

- text


બેસતા વર્ષના દિવસે ગ્રામજનોને ધ્યાને આવી સમગ્ર ઘટના : સફેદ પ્રવાહી મીઠું મધ જેવું

મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ સ્મશાનમાં લીંબડાના વૃક્ષમાંથી સફેદ પ્રવાહી નીકળતા ગ્રામજનોમાં કુતુહલ સર્જાયું હતું. જોકે લીંબડાના વૃક્ષમાંથી સફેદ પ્રવાહી નીકળતું હોવાની આ સમગ્ર ઘટના બેસતા વર્ષના દિવસે ગ્રામજનોના ધ્યાને આવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ સેફદ પ્રવાહી મીઠું મધ જેવું છે.

- text

મોરબી નજીક આવેલા નાની વાવડી ગામના લોકોના જણાવ્યા મુજબ બેસતા વર્ષના દિવસે અમુક ગ્રામજનો નાની વાવડી ગામના સ્મશાનમાં ગયા હતા. તે સમયે નાની વાવડી ગામના સ્મશાનમાં આવેલ લિબડાના વૃક્ષના થડમાંથી સફેદ પ્રવાહી નીકળતું જોયું હતું. આ લિબડાના વૃક્ષના થડમાંથી નિરંતર સફેદ પ્રવાહી નીકળે છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ લિબડાના વૃક્ષના થડમાંથી નિરંતર સફેદ પ્રવાહી નીકળે છે.જોકે આ પ્રવાહી ચાખતા મીઠું મધ જેવું લાગ્યું હતું. ગ્રામજનો વધુમાં ઉંમરે છે કે, તેઓ ત્યારબાદ લિબડાના થરમાં દરરોજ ચકાસણી કરે છે અને સફેદ પ્રવાહી અવિરત વહે છે. જોકે થોડા દિવસો પહેલા ચકમપર ગામે આવી રીતે લિબડાના વૃક્ષમાંથી સફેદ પ્રવાહી નીકળતું હોવાની ઘટના ધ્યાને આવી હતી. ત્યારે નાની વાવડી ગામે જ આવી ઘટના ધ્યાને આવતા ભારે કુતુહલ સર્જાયું છે.

- text