મોરબી : હોટલમાં કામ કરતો નથી તેમ કહી માલિકે રસોયાને છરી મારી

- text


મોરબી : મોરબી લાલપર ગામ નજીક આવેલ પટેલ હોટલમાં માલિકે તું કામ કરતો નથી તેમ કહીને રસોયાએને છરી મારી દીધી હતી. આ બનાવ અંગે રસોયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે હોટલ માલિક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લાલપર ગામે આવેલ પટેલ હોટલ ડાઇનિંગ હોલમાં રહીને આ હોટલમાં રસોયા તરીકે નોકરી કરતા હિરેનભાઈ અમૃતલાલ સુરું ઉ.વ.35 એ હોટલના મલિક અને લાલપર ગામે આવેલ પટેલ ડાઇનિંગ હોલ પાસે રહેતા જીતેન્દ્રભાઈ છગનભાઈ હિંગરાજીયા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગત તા.5 ના રોજ લાલપર ગામ પાસે આવેલ ડીલક્સ પાનની દુકાને ઉભા હતા. ત્યારે તેના માલિક ત્યાં આવીને તું કામ કરતો નથી તેમ કહીને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ફરિયાદી પર છરીથી હુમલો કર્યો હતો.બાદમાં ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને રસોયાએ તેના માલિક સામે આ અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એ બનાવની તપાસ તાલુકા પીએસઆઇ ડી.વી.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text