કાપડની ચોરીના આરોપીની અગાઉની ભંગાર ચોરીમાં પણ સંડોવણી ખુલી

- text


મોરબી : મોરબીના હળવદ રોડ સ્થિત શોપિંગ સેન્ટરમાં કાપડની દુકાનમાં ચોરીના નાસતા ફરતા આરોપીની ભંગારના એક ગુન્હામાં પણ સંડોવણી ખુલતા તેની અટકાયત કરવામાં આવી છે.

હળવદ રોડ પર કાપડની દુકાનમાં થયેલી ચોરી સંદર્ભે ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ધીરુ બદરૂભાઈ પરમાર ઉં.વ.34 આ ગુન્હામાં નાસતો ફરતો હતો. જેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરતા દસ માસ અગાઉ મોરબીના રંગપર ગામે ધર્મપ્લાઝામાં આવેલ ઉમિયા રિવાઈડિંગ નામની દુકાનના તાળા તોડી વાયરના ભંગાર ભરેલા 7 બાચકાની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેની અંદાજીત કિંમત 87,500 રૂપિયા દુકાન ધારક વિજયભાઈ છગનભાઇ છત્રોલાએ જે તે સમયે કરેલી ફરિયાદમાં નોંધાવી હતી. આ ગુન્હાની કબૂલાત કરતા 10 માસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text