મોરબીમાં ઝડપાયેલા રૂ. 1.21 લાખના 21 કિલો ગાંજા મામલે વધુ એક આરોપીની અટકાયત

- text


સુરતથી ગાંજાનું પાર્સલ મોરબીની ટ્રાવેલ્સમાં મંગાવ્યું હોવાની બાતમી મળતા એલસીબીએ તુરત કાર્યવાહી કરી હતી

મોરબી : મોરબીમાં એલસીબી પોલીસે ગાંજાનું રેકેટ ઝડપી લીધું હતું. જેમાં મોરબીના એક શખ્સે સુરતથી ગાંજો મોરબીની ટ્રાવેલ્સ બસમાં મંગાવ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ ટ્રાવેલ્સની ઓફિસમાં ગાંજાની ડિલિવરી લેવા આવેલ એક શખ્સને 21 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેમજ અન્ય એક શખ્સ સામે નશીલા દ્રવ્યોનો વેચાણ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. શહેરી વિસ્તરોમાં નશીલા દ્રવ્યોના વેપલાની બદી નાબૂદ કરવાની રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ સૂચના આપતા મોરબી એલસીબીએ આ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન મોરબી એલસીબી સ્ટાફના હિતેન્દ્રસિંહ ચુડાસમા અને નંદલાલ વરમોરાને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 6માં આવેલ શ્રીજી ટ્રાવેલ્સની ઓફિસમાં સુરતથી એક ગાંજાનું પાર્સલ આવ્યું છે. જે મોરબીની મેમણ શેરીમાં રહેતા આમદભાઈ સતારભાઈ મેમણે મંગાવ્યું હોવાની અને આજે આ ગાંજાનો ડિલિવરી લેવા તે શ્રીજી ટ્રાવેલ્સની ઓફિસે આવવાનો છે તેવી બાતમી મળતા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા, સ્ટાફના દિલીપભાઈ ચૌધરી, ભગીરથસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, હરેશભાઈ સરવૈયા અને એસઓજી સ્ટાફના શંકરભાઇ ડોડીયા શ્રીજી ટ્રાવેલ્સ ઓફીસ પાસે વોચમાં ગોઠવાયા હતા. ત્યારે ગાંજાના પર્સલની ડિલિવરી લેવા આવેલા જુબેર અબ્બાસ મન્સૂરીને રૂ.1.21 લાખની કિંમતનો ગાંજો સાથે ઝડપી લીધો હતો. બાદમાં આ ગાંજો કોણે મંગાવ્યો અને ક્યાંથી આવ્યો તે અંગે પૂછપરછ કરતા પકડાયેલા આ આરોપીએ સુરત ખાતેથી ગાંજો મોરબીની ટ્રાવેલ્સમાં મોરબીના આમદ સતાર મેમણએ મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે આ બન્ને શખ્સો સામે એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો નોંધી 3 દિવસના રિમાન્ડ પર રહેલા પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ ગુન્હામાં સંડોવાયેલા અહેમદ ઉર્ફે આદમ ઉર્ફે ભૂરો સતારભાઈ કાસમાણી ઉં.વ. 38, રહે. કુબેરનાથ શેરી, મોચીશેરીની સામે, ગ્રીનચોક વાળા અંગે માહિતી મળતા મોરબી ટાઉન, ખાખરેચી દરવાજા પાસેથી ઉક્ત આરોપીની પણ અટકાયત કરવામાં આવી હતી. આ આરોપીના રિમાન્ડ મેળવી ગુન્હાના મૂળ સુધી જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text

આરોપી અહેમદ ઉર્ફે આમદ 2011ની સાલમાં એન.ડી.પી.એસ. કલમ 20બી, 29 હેઠળ ઝડપાયો હતો. આ ઉપરાંત તેના વિરુદ્ધ પ્રોહીબિશનના 2, જુગારધારાના 2 તેમજ મારમારીનો 1 ગુન્હો પણ અગાઉ નોંધાયો હતો. જેમાં તેની ધરપકડ પણ થઈ હતી. આમ આ આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text