વરસાદ અપડેટ : રાત્રીના 12થી સવારના 8 સુધીમાં ટંકારામાં બે , મોરબીમાં એક ઈંચ

- text


હળવદ, વાંકાનેરમાં અડધો ઇંચ : સતત વરસાદથી મોરબી જિલ્લામાં લીલા દુષ્કાળનો ભય

મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે લીલા દુષ્કાળનો ભય સર્જાયો છે. છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે શનિવાર રાત્રીના 12 થી રવિવારના સવારના 8 વાગ્યા સુધીમાં ટંકારામાં વધુ 2 ઇંચ જ્યારે મોરબીમાં એક ઇંચ અને વાંકાનેર, હળવડમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં ગઈ કાલે આખો દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ રાત્રીના પણ ધીમીધારે વરસાદ શરૂ રહ્યો હતો. જ્યારે વહેલી સવારે વરસાદે જોર પકડ્યું હતું. શનિવાર રાત્રીના 12 થી રવિવારના સવારના 8 વાગ્યા સુધીમાં ટંકારામાં 48 mm, મોરબીમાં 24, વાંકાનેરમાં 13.mm, હળવદમાં 16mm અને માળિયામાં 3mm વરસાદ નોંધાયો છે.

જયારે વરસાદના પગલે મચ્છુ 2 ડેમમાં પાણીની આવક શરૂ રહેતા ડેમના 4 દરવાજા 2 ફૂટ સુધી હજુ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદના પગેલ પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી છે. જ્યારે મોરબી શહેરમાં પણ સતત વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે. અને ફરીથી તમામ રોડનું ધોવાણ થઈ ગયું છે.

- text

જ્યારે આજે નવલી નવરાત્રીના પ્રથમ નોરતાની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ સતત વરસાદના પગલે ગરબી મંડળો અને અર્વાચીન રાસોસત્સવના આયોજકો અને ખેલૈયાઓને રંગમાં ભંગ પડ્યો છે. હાલ તો મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ મેઘરાજાને પોરો ખાવા બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે.

હડમતીયાના પ્રતિનિધિ રમશે ઠાકોરે જણાવ્યું હતું કે ટંકારા તાલુકામાં મોડી રાત્રીથી ધીમીધારે તેમજ વહેલી સવારથી મેઘરાજાની સટાસટીથી અનેક નદીનાળા,તળાવો, ચેકડેમો ફરીથી અોવરફલો જગતાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું, નવરાત્રીમાં ખેલૈયા નિરાશ, અનેક ખેડુતોના પાક જેવા કે તલી, મગફળી, કપાસના પાકને વ્યાપકપણે નુકશાન. ટંકારા તાલુકાના સજ્જનપરમાં આગોતરો પાક ઉપાડેલ મગફળીના પાથરા પાણીમાં સોથ વળી ગયા છે.

 

- text