સવારે 8 થી 10માં : ટંકારામાં વધુ દોઢ, મોરબીમાં 1 અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

- text


ટંકારા અને મોરબીમાં સતત ભારે વરસાદથી પાણી પાણી

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ રોકાવાનું નામ નથી લેતો. સવારે 8 વાગ્યા સુધીમાં ટંકરામાં બે અને મોરબીમાં એક ઇંચ વરસાદ બાદ સવારે 8 થી 10માં ટંકારામાં વધુ દોઢ અને મોરબીમાં વધુ એક ઇંચ જ્યારે વાંકાનેરમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. રવિવારે સવારે 8 થી 10 વાગ્યામાં મોરબીમાં 28mm, ટંકારામાં 32mm, વાંકાનેરમાં 16mm અને માળિયામાં 2mm વરસાદ નોંધાયો છે.

- text

જ્યારે વરસાદના પગેલ ડેમોમાં પાણીની આવક વધતા મોરબીના મહાકાય મચ્છુ 2 ડેમના 5 દરવાજા 3 ફૂટ અને મચ્છુ 3 ના 4 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

- text