મોરબી : બંદૂક ચેક કરતી વખતે સ્ટીગર દબાઈ જતા ગોળી પગમાં વાગી

- text


એક અઠવાડિયા પહેલા બનાવમાં તાલુકા પોલીસે ખુદ ફરિયાદી બનીને આ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે એક શખ્સ પોતાની ગેરકાયદે બંદૂકને ચેક કરતી વખતે સ્ટીગર દબાઈ જતા ગોળી છૂટવાથી તેના પગમાં લાગી હતી. બાદમાં તે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.જેમાં ગેરકાયદે બંદૂકમાં પરીક્ષણ કર્યાનું ખુલતા અઠવાડિયા પહેલાના બનાવમાં તાલુકા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

 

આ બનવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પીએસઆઇ એમ.વી.પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સોનલ સોસાયટીમાં રહેતા સંદીપભા ઉર્ફે દીપભા ભૂપતભા ગઢવી ઉ.વ.25 નામનો યુવાન ગતતા.19ના રોજ રફાળેશ્વર ગામે તેના ઘરની સામે સમાજની વાડી પાસે આવેલ મસાણની મેલડી માતાજીની જગ્યા નજીક પોતાના પાસે રહેલી ગેરકાયદે બંદૂક ચેક કરી રહ્યો હતો.તે વખતે અચાનક બંદૂકમાં સ્ટીગર દબાઈ જતા ગોળી છૂટીને તેના પગમાં વાગી હતી. આથી ઇજા થવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પીએસઆઇ એમવી પટેલે જણાવ્યું હતું કે. આ ઘટના બન્યા પછી તેણે આ બનાવ છુપાવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ગોળી છૂટવાથી તેને ઇજા થયાની નોંધ મોરબી તાલુકા પોલીસને મોકલી હતી. આથી તેમણે ખુદ ફરિયાદી બનીને ગેરકાયદે કાર્ટુસ ભરેલી બંદૂકમાં પોતાની તથા અન્યોની જિંદગી જોખમમાં મૂકી ગેરકાયદે પરીક્ષણ કર્યાનો આ આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

- text