મોરબીની પોલીસ લાઈન કુમાર શાળા દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ રેલી યોજાઈ

- text


મોરબી : વડાપ્રધાન મોદીના પ્લાસ્ટિક મુક્તિના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કરવા માટે મોરબી પોલીસ લાઈન કુમાર શાળા દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ રેલીનું આયોજન ગત તા. 26 સપ્ટે.ના રોજ કરવામાં આવ્યું હતું. આ રેલી મદીના ચોક, ભવાની ચોક, જેલ ચોકના રસ્તે ફરી લોકોને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનો તથા સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ તકે પોલીસ લાઈન કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.

- text