સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા 1 ઓક્ટોબરે વિશ્વ વયસ્ક દિને જનરલ મિટિંગનું આયોજન

- text


મોરબી : પહેલી ઓક્ટોબરે વિશ્વ વયસ્ક દિન ઉજવાય છે. આ દિવસે વિશ્વભરના વયસ્ક લોકો માટે હાલની સ્થિતિ તેમજ ભવિષ્યમાં નિર્માણ થનાર સ્થિતિ વિશે લોકોમાં જાગરૂકતા આવે અને વિશ્વમાં રહેતા તમામ વયસ્ક લોકો પ્રત્યે લોકો સકારાત્મક રીતે સભાન બને એવા પ્રયાસો થતા હોય છે. ત્યારે વિશ્વ વયસ્ક દિન નિમિત્તે મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા માત્ર સભ્યો માટે જ એક જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 1 ઓક્ટોબરના દિવસે વિશ્વમાં સિનિયર સીટીઝન દિનની ઉજવણી થશે. ત્યારે સિનિયર સીટીઝન કાઉન્સિલ મોરબી દ્વારા એક જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અશોકભાઈ ચકુભાઈ કંઝારીયા, બાલુભા જાડેજા, મહેશભાઈ ભટ્ટ તથા કાયમઅલી હઝારીના મુખ્ય મહેમાન પદ હેઠળ આયોજિત આ કાર્યક્રમ 1 ઓક્ટોબરને મંગળવારે સવારે 10 કલાકે શ્રી સિદ્ધવિનાયક વાડી, સત્યમ પાન વાળી શેરી, સરદાર બાગ સામે, શનાળા રોડ મોરબી ખાતે યોજાશે. કાર્યક્રમના સમાપન સમયે આમંત્રીતો સાથે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખેલ છે. સિનિયર સીટીઝન કાઉન્સિલ મોરબીના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા તથા સેક્રેટરી ડૉ. બી.કે. લહેરૂએ તમામ સભ્યોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text