મંદીના કપરા સમયમાં રોકાણનું આયોજન કઈ રીતે કરવું? : મોરબીમાં 22મીએ ખાસ સેમિનાર

- text


ચિત્રલેખા અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારો માટે માર્ગદર્શન અને જાગૃતિ અર્થે સેમિનારનું આયોજન

મોરબી : મોરબીમાં મંદીના કપરા સમયમાં રોકાણનું આયોજન કઈ રીતે કરવું? આ પ્રશ્ન રોકાણકારોના મનમાં ઉપસ્થિત થતો હોય છે. ત્યારે આ અંગે માર્ગદર્શન આપવા અને જાગૃતિ લાવવા રોકાણકારો માટે ચિત્રલેખા અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આગામી 22મીએ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લ્હાવો અચૂક લેવા જેવો રહેશે.

દેશની કથળી રહેલી આર્થિક દશાને ઉગારવા સરકાર પ્રયત્નશીલ છે. પરંતુ કોઈ નક્કર પરિણામ દેખાતા નથી. નાણા પ્રધાને બેથી ત્રણ વખત પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હોવા છતાં બજારમાં મહત્તમ નિરાશા છે. આમાં વળી દેશનો જીડીપી દર પાંચ ટકાની નીચી સપાટીએ આવી પહોંચ્યો છે. બીજી બાજુ વૈશ્વિક સ્તરે સ્લો ડાઉનની ચિંતા પણ ઉભી છે. આ બધાની અસર રૂપે ઇન્વેસ્ટમેન્ટ જગતમાં વિશ્વાસની કટોકટી સ્પષ્ટ જોવા મળે છે. આ વર્તમાન સંજોગોમાં આર્થિક મંદીનો સામનો કરવા શુ કરવું? કઈ રીતે રોકાણનું આયોજન કરવું અને ક્યાં માર્ગે રોકાણને સલામતીની સાથે સાથે વૃદ્ધિલક્ષી બનાવી શકાય?

- text

આ તમામ મુદાઓને ધ્યાનમાં રાખીને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગથી ચિત્રલેખા દ્વારા તા. 22 સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે 10:30થી 1 દરમિયાન ઝાયકા રેસ્ટ્રો, હ્યુન્ડાઇ શો રૂમ પાસે, રાજકોટ-મોરબી હાઇ-વે, શનાળા, મોરબી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમા રિપોર્ટિંગ ટાઈમ 9:30 કલાકનો રહેશે. બાદમાં લંચની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ સેમિનારમાં આર્થિક જગતના નિષ્ણાંતો વિષયને આવરી લઈને સરળ અને સચોટ ભાષામાં માર્ગદર્શન આપશે. જેમાં રિજિનલ હેડ સેલ્સ- ડિસ્ટ્રીબ્યુશન મિકી દેસાઈ ‘ મ્યુચ્યુઅલ ફંડ કો જાનોગે તો માનોગે’ વિષય ઉપર, ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા ‘ ફાઈનાન્સિયલ પ્લાનિંગ કઈ રીતે કરશો’ વિષય ઉપર તેમજ જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદી ‘ પરિસંવાદ સંચાલન વિષય ઉપર માર્ગદર્શન આપશે.

સેમિનાર બાદ બચત રોકાણની વાત કરીને ઉપસ્થિત લોકોને ખડખડાટ હસાવવા માટે જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન સ્મિત પંડયાનો શો પણ યોજાશે. સેમિનારમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન હરિતા ગોસ્વામી ફોન નંબર 0281 2467526( સોમવારથી શુક્રવાર સવારના 11 થી સાંજના 6 સુધી) અથવા વેબસાઈટ chitralekha.com/birlaconclave ઉપર કરાવવાનું રહેશે.

- text