મોરબી બી ડિવિઝન પોલીસ મથકના છેતરપીંડીના ગુનાનો ફરાર આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકના છેતરપીંડીના ગુનામા ફરાર આરોપીને એસઓજીની ટીમે ચોટીલાથી પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકના છેતરપીંડીના ગુનામા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી કરણ ઉર્ફે રવિ ભુપેન્દ્રગિરી ગૌસ્વામી ઉ.વ. 24 રહે. યદુનંદન સોસાયટી, શનાળા રોડ, મોરબી હાલ રહે. મેટોડા ગેટ નંબર-2ની સામે વાળાને એસઓજીની ટીમે ચોટીલાથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એસઓજી ઈન્સ્પેકટર એસ.એન. સાટીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનિલભાઈ ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ પટેલ, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.

 

- text