મોરબીમાં કંઝારીયા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહનો રવિવારથી પ્રારંભ

- text


મોરબી : મોરબીમાં કંઝારીયા પરિવાર દ્વારા શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યાના વ્યાસપીઠ સ્થાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું છે. આ સપ્તાહનો લાભ આગામી તા. 15 સપ્ટે.થી 21 સપ્ટે. સુધી બપોરે 2થી 6 વાગ્યા દરમિયાન સતવારા નવાગામ જ્ઞાતિની વાડી, કાલિકા પ્લોટ, પરસોતમ ચોક ખાતે લઇ શકાશે. વજેપર રામજી મંદિરથી ભવ્ય પોથીયાત્રા 15 સપ્ટે.ના રવિવારે સવારે 11 વાગ્યે કથા સ્થળે પહોંચશે. સપ્તાહ દરમિયાન નરસિંહ પ્રાગટ્ય, વામન જન્મ, રામ અવતાર, કૃષ્ણ જન્મ, માખણ ચોરી, ગોવર્ધન લીલા, રુક્મિણી વિવાહ જેવા અનેક પ્રસંગોનું ભાવિકો રસપાન કરી શકશે. તેમજ તા. 21 સપ્ટે. શનિવારે બપોરે મહાપ્રસાદનો લાભ મળશે. ભાગવત સપ્તાહનો લાભ લેવા માટે કંઝારીયા પરિવાર દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- text