વાંકાનેરના ઘીયાવડ ગામે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું

- text


વાંકાનેર : હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તેવામાં મચ્છરોનો ઉપદ્રવ દરેક જગ્યા એ જોવા મળે છે. જેનાથી મલેરિયા, ડેન્ગ્યુ જેવા ભયજનક રોગોનું પ્રમાણ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. જેને ધ્યાનમા લઇને વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિંધાવદર દ્વારા ગ્રામ પંચાયતના સહયોગથી ગામના આશરે 150 થી વધારે ઘરોને દવાયુક્ત મચ્છર દાનીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જે માટે સિંધવાદરના પંડ્યા સાહેબ, રક્ષીત સાહેબ, સરપંચ તરુણ સિંહ ઝાલા, ઉપસરપંચ ધ્રુવરાજસિંહ, તલાટી મંત્રી અક્ષયભાઈ તથા ગામના યુવક મંડળ અને આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. તેમજ ગ્રામજનોના આરોગ્યને સુરક્ષિત રાખવાના પ્રયાસ બદલ ઘીયાવડ ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિંધાવદરનો આભાર માનવામાં આવ્યો હતો.

- text