મોરબીમાં રોકડ ભરેલા પર્સની ચિલઝડપ કરનાર બે શખ્સો માળિયાથી પકડાયા

- text


નાકાબંધી વેળાએ બન્ને શખ્સોને ચોરી થયેલા મુદ્દામાલ સાથે ઝડપી લેતી માળિયા પોલીસ

મોરબી : મોરબીમાં આજે ભરબજારે દિન દહાડે રોકડ ભરેલા પર્સની ચિલઝડપ થયાનો બનાવ સામે આવ્યો હતો. જો કે ચિલ ઝડપ કરીને નાશી છૂટેલા આ બન્ને શખ્સોને માળિયા પોલીસે નાકાબંધી વેળાએ ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ચિલઝડપના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એક ગ્રામ્ય વિસ્તારનો પરિવાર આજે સોના ચાંદીના દાગીનાની ખરીદી માટે મોરબીની સોની બજારમાં આવ્યો હતો અને નહેરુ ગેટ ચોક અંદર આવેલ સોના ચાંદીના દાગીનાની દુકાન ચોકસી બ્રધર્સમાંથી આ પરિવાર દાગીનાની ખરીદી કરીને બહાર નીકળ્યો હતો.તે સમયે આ ગ્રામ્ય વિસ્તારના પરિવારની મહિલાના હાથમાં રોકડ રકમ ભરેલું પર્સ હતું.એ પર્સમાં 3 મોબાઈક ફોન કિંમત રૂ. 28 હજાર અને રોકડ રૂ. 25 હજાર મળીને કુલ રૂ. 43 હજારનો મુદ્દામાલ હતો.ત્યારે આ મહિલાઓ સોના ચાંદીની દુકાનમાંથી જે ખરીદી કરીને બહાર નીકળી કે તરતજ એમના હાથમાં રહેલું આ રોકડ ભરેલું પર્સ પાછળથી બાઇકમાં આવતા બે શખ્સો ઝુટવીને ફરાર થઈ ગયા હતા.

- text

આ મામલે એ ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેના પગલે જિલ્લામા નાકાબંધી કરી દેવામાં આવી હતી. ત્યારે આ શખ્સો બાઇક લઈને કચ્છ તરફ નાશવા જતા હતા. પરંતુ માળિયા પોલીસે નાકાબંધી વેળાએ તે બન્ને શખ્સોને ચોરી કરેલા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ કામગીરીમાં માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલા તેમજ જયુભા, દિવ્યરાજસિંહ સહિતનો સ્ટાફ રોકાયો હતો. હાલ આ આરોપીઓને માળિયા પોલીસે એ ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

- text