Morbi: મતદાન જાગૃતિ માટે ભૂત કોટડા શાળામાં વિશાળ રંગોળી બનાવાઈ

- text


Morbi: મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુ ને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મતદાન જાગૃતિ અંતર્ગત આજરોજ ભૂત કોટડા પ્રાથમિક શાળામાં 6×8 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે.

આ રંગોળીમાં પર્ણ, ઘઉં, ચોખા, દાળ, ફૂલ તેમજ ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રંગોળી શિક્ષિકા બહેન ગીતાબેન સાંચલા તેમજ બી.એલ.ઓ. શિક્ષક કલ્પેશભાઈ ધોરીના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રંગોળીમાં “મતદાન એ જ પવિત્ર દાન” સ્લોગન લખવામાં આવ્યું છે.
શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સોઢીયાભાઈ અને શીતલબેન રાવલના સાથ સહકાર દ્વારા મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે એ જાગૃતિ આવે એ માટે આ મહા રંગોળી બનાવવામાં આવી છે.

- text

- text