Morbi: મતદાનના દિવસે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

- text


Morbi: આગામી તારીખ 7 મેના રોજ (મંગળવાર) ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ સંદર્ભે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- text

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- મોરબી દ્વારા એજન્ટભાઈઓ, વેપારીભાઈઓ અને ખેડૂતભાઈઓને જાણ કરી છે કે, લોકસભા ચૂંટણીના મતદાનને લઈ આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ યાર્ડમાં રજા રહેશે અને યાર્ડમાં તમામ પ્રકારનું કામકાજ આ દિવસે બંધ રહેશે.

- text