ટંકારા નજીક બે ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત : એકનું મોત

- text


આમરણનો પરિવાર કાર લઈને રાજકોટ તરફ જઇ રહ્યો હતો તે વેળાએ પરિવારની મહિલાને કાળ ભેટ્યો, એકને સામાન્ય ઇજા

ટંકારા : ટંકારાના બારનાલા પાસે આજે સાંજના સુમારે બે ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત નોંધાયો છે. જેમાં કાર સવાર એક મહિલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અકસ્માતની જાણ થતા સેવાભાવી લોકો તેમજ પોલીસે ઘટના સ્થળે દોડી આવીને બચાવ કામગીરી પણ હાથ ધરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના બારનાલા નજીક આજે સાંજના સમયે બે ટ્રક સામસામે ટકરાયા હતા. જેની વચ્ચે કાર પણ આવી ગઈ હતી. આમ ત્રિપલ અકસ્માત નોંધાયો હતો. આ કારમાં આમરણના એક પરિવારના ત્રણ સભ્યો રાજકોટ તરફ જઈ રહ્યા હતા. જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું છે. આ મહિલાનું નામ મેરુબેન હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત થતા સેવાભાવી લોકો તેમજ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી. અને ઇજાગ્રસ્ત વ્યક્તિને તુરંત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા.

- text

- text