મોરબીના સોખડા નજીક પટેલ પરિવારના યુવકોને નડ્યો અકસ્માત : એકનું મોત

- text


કેરાળા ગામના યુવાનો જીકે હોટેલથી નાસ્તો કરી અર્ટિકા કારમાં પરત ફરતા હતા એ દરમિયાન કાર પલ્ટી મારી ગઈ

મોરબી : સાતમ-આઠમના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે મોરબી નજીક નેશનલ હાઇવે પર હરીપર કેરળા ગામના યુવાનોની કારણે ગંભીર અકસ્માત નડ્યો છે. જેમાં સોખડા નજીક યુવાનો સાથેની આર્ટિકા કાર પલ્ટી મારી જતા એક આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ હરીપર કેરાળા ગામના યુવાનો આજે બપોરે પોતાના ગામ કેરાળાથી માળીયા રોડ પર આવેલી જીકે હોટલમાં અટીકા કારમાં નાસ્તો કરવા માટે ગયા હતા. જેમાં આ સિલ્વર કલરની અલટીકા કારમાં સવાર યુવકો નાસ્તો કરીને પરત આવી રહ્યા હતા ત્યારે સોખડા ગામના પાટિયા પાસે અર્ટિકા કારને કોઈ કારણોસર અકસ્માત નડયો હતો. જેને લઇને અર્ટિકા કાર પલટી મારી ગઈ હતી. જેના લીધે કારમાં સવાર યુવકો પૈકી સાવનભાઈ ભરતભાઇ સીતાપરા (રહે હરિપર કેરાળા) નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુંનું માળિયાના પત્રકાર કાસમ સૂમરાએ જણાવ્યું હતું. જયારે મળતી માહિતી મુજબ કારમાં કુલ છ લોકો સવાર હતા જેમાંથી ઇજાગ્રસ્ત યુવકો અભી મુકેશ ચારોલા, સચિન જીતેન્દ્ર કલાવડીયા, કેવલ જીતેન્દ્ર સીતાપરા, અજય કેશવજી વિરપડીયાને દવાખાને સારવારમાં ખસેડાયા છે. જેમાં ત્યાં હાજર અનિલભાઈ નામના વ્યક્તિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આ બનાવમાં મૃતક યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડી આગળની તપાસ મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે.

- text

- text