મોરબીના મહેન્દ્રપરાના નાલા પાસે તંત્રના પાપે વધુ એક એસટી બસ ખાડામાં ફસાઈ

- text


હજુ સવારે એક બસ આ જ ખાડામાં ફસાયા બાદ મહામહેનતે તેને બહાર કઢાઈ હતી, બાદમાં સાંજે આ જ ખાડામાં બીજી એક સ્લીપર બસ ફસાઈ

મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આજે સવારના સમયે એક એક્સપ્રેસ એસટી બસ ખાડામાં ફસાઈ ગઇ હતી. ત્યારબાદ આજ ખાડામાં તંત્રના પાપે સાંજના સમયે બીજી એક એસટીની સ્લીપર કોચ બસ ફસાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે વધુ એક લાંબા અંતરની બસના મુસાફરોને હાલાકીનો સામનો કરવી પડ્યો હતો. જો કે આ ઘટનાનું પુનરાવર્તન થતા તંત્ર ઉપર ફિટકાર વર્ષી રહ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સુપર ટોકીઝથી મહેન્દ્રપરા વિસ્તાર તરફ જતા રસ્તા પર ખૂણા પાસે આવેલ નાલામાં થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદમાં મોટો ખાડો પડી ગયો છે .આ ખાડો વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી સ્થાનિકોએ આ ખાડો બુરવા તંત્રને અનેકવાર રજુઆત કરી હતી પણ તંત્રએ દરેક વખતની માફક આ રજુઆત પણ કાને ન ધરતા આજે સવારના સમયે અમદાવાદ-મોરબી-દ્વારકા રૂટની જીજે 18 ઝેડ 5054 નંબરની એસટીની એક્સપ્રેસ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. આથી લાંબા રૂટના મુસાફરી ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

- text

જો કે આ બસને મહામહેનતે બહાર કાઢ્યા બાદ સાંજના સુમારે આજ ખાડામાં GJ 18Z 3139 નંબરની ભુજથી તળાજા રૂટની સ્લીપર કોચ બસ ફસાઈ છે. આ બસ પણ ખાડાના કારણે પલ્ટી મારતા સહેજમાં બચી ગઈ હતી. જયારે આજના દિવસમાં આ જ ખાડામાં એસટીની બીજી બસ ફસાતા એસટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. અને હાલ મુસાફરોથી ભરેલી આ બસને બહાર કાઢવા કાર્યવાહી હાથ ધરાઈ છે. તંત્રની લાપરવાહીના કારણે એક જ દિવસમાં એક જ ખાડામાં બે બસો ફસાઈ જતા તંત્ર ઉપર ફિટકાર વર્ષી રહ્યો છે.

- text