મોરબીના ચકચારી રાતાવીરડા ખૂન કેસમાં આરોપીઓને જામીન

- text


મોરબી : મોરબીમાં પરપ્રાંતીય અજાણ્યા યુવાનને નવા બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસે એક યુવાનને બેરહેમીથી આડેધડ માર મારીને મારી નાખવામાં આવ્યો હતો. આ કેસમાં જીઆરડી જવાનો અને પોલીસકર્મીના પણ નામોમ સામે આવ્યા હતા. જેમાં રાતાવીરડા ગામના આરોપીઓને મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન આપવામાં આવ્યા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રાકેશ છોટાલાલ રાઠોડે આ કામના આરોપીઓએ અજાણ્યા પુરુષને ગેરકાયદેસરની મંડળી રચીને પ્લાસ્ટિકના પાઇપથી આડેધડ માર મારીને મોટ નિપજાવ્યું હતુ, એવી ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મોરબી તાલુકા પોલીસે ખીમાભાઇ ઉર્ફે ખમો જેરામભાઈ કુણપરા, અરવિંદ ઉર્ફે મનીયો જેસીંગભાઇ ઉડેચા, નવઘણ કારૂભાઇ રીબડીયા, બાબુ જીણાભાઇ રીબડીયા અને ધીરુ કુકભાઈ રીબડીયાની આઇપીસી કલામ 302, 143, 147, 149 તથા જી.પી. એક્ટ કલામ 135 અન્વયે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક પોલીસકર્મીનું નામ પણ ખુલ્યું હતું. આ કેસમાં આરોપીઓ તરફે મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દિલીપ આર. અગેચાણીયા રોકાયા હતા.

- text

આરોપી તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીઓ તદ્દન નિર્દોષ છે અને કુટુંબ કબીલા વાળા માણસો છે. સહ આરોપીઓના ખોટા નિવેદનો લઈને ગંભીર ગુનામાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે. આ ઉપરાંત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીઓને જામીન પર મુક્ત કરવા દલીલ કરી હતી. બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી પક્ષના દિલીપ અગેચાણીયાની દલીલને માન્ય રાખીને તમામ આરોપીઓને રૂપિયા 10000ના શરતી જામીન પર છોડવા આદેશ આપ્યો હતો. આ કામમાં આરોપી તરફે દિલીપ આર. અગેચાણીયા, જીતેન અગેચાણીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા, સુનિલ એસ. માલકિયા અને જીતેન્દ્ર ડી. સોલંકી રોકાયેલ હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text