મોરબીમાં ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના અંતર્ગત બેઠક યોજાઈ

- text


મોરબી : મોરબી જિલ્લાના પશુપાલકો તેમજ ડેરી ફાર્મના વિકાસ અર્થે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લાના દરેક બેંકના મેનેજર તેમજ રાજકોટ ડેરી(સંઘ) અને મોરબી સંઘના નોડલ ઓફિસર તેમજ પશુપાલન ખાતાના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપનાની સહાય યોજના માટે તાજેતરમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં મોરબી જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો. ભોરણીયાએ ગુજરાત સરકાર દ્વારા સ્વરોજગારીના હેતુ – પશુપાલન વ્યવસાય માટે જાહેર કરવામાં આવેલ ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજનાની વિસ્તૃત સમજણ આપતા જણાવ્યું હતુ કે, સને ૨૦૧૮-૧૯ માં નવી બાબત તરીકે રૂપિયા ૧૪૦૪૫.૦૦ લાખ ની આ યોજના સને ૨૦૧૯-૨૦ માં કાર્યરત હોય, જિલ્લાના બેન્કર્સને આ યોજનામાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લાના છેવાડાના ગામના પશુપાલકો સુધી આ યોજનાનો લાભ પહોંચે એવા હેતુથી બેંકના નીતિનિયમ મુજબ ધિરાણ કરવા સર્વે બેંક મેનેજરોને જણાવ્યું હતુ.

- text

આ યોજના અંતર્ગત વ્યાજ સહાય, વીમા સહાય, કેટલશેડ સહાય, દૂધ મશીન સહાય, ચાફ કટર સહાય, ફોગર સીસ્ટમ સહાય જેવી અલગ-અલગ સહાય મળવાપાત્ર છે, અને સહાયના ધોરણો બ્રીડવાઈઝ તેમજ લાભાર્થીવાઈઝ અલગ-અલગ સરકારની જોગવાઈઓ મુજબ મળવાપાત્ર છે, જેને ધ્યાને લઈ આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ https://ikhedut.gujarat.gov.in ઓનલાઈન અરજી કરવા તથા તેની હાર્ડ કોપી જે તે સંઘને આપવા વધુમાં જણાવ્યું હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, આ યોજના અન્વયે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૭/૨૦૧૯ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text