મોરબીના બે યુવાનોએ જિલ્લા કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ઇનામ મેળવ્યું

- text


રાજકોટ ખાતે યોજાયેલી સ્પર્ધામાં કૃણાલ મહેતાને ગોલ્ડ અને હુસેન સંધિને સિલ્વર મેડલ મળ્યું

મોરબી : રાજકોટ ખાતે તાજેતરમાં યોજાયેલી પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં મોરબીના યુવાનો કૃણાલ મહેતાએ ગોલ્ડ મેડલ અને હુસેન સંધિએ સિલ્વર મેડલ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે.તાજેતરમાં રાજકોટ ખાતે જીલ્લા કક્ષાની પાવર લીફ્ટીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમા મોરબીના બે યુવાનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ તેમજ દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. તેઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ અર્પણ કરવામાં આવ્યુ છે. મોરબીના કૃણાલ કલ્પેશભાઈ મહેતાએ તેના કોચ મયંક ઝાલા પાસેથી તાલીમ મેળવી રાજકોટ ખાતે ૬૬ કીલો કેટગરીની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડમેડલ મેળવ્યુ છે. જ્યારે મોરબીના અન્ય એક યુવાન હુસેન ભીખુભાઈ સંધિએ કોચ મુકેશ ભાઈ પાસે તાલીમ મેળવી ૭૪ કીલો કેટગરીની સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ મેળવ્યુ છે. બંને યુવાનો મોરબીના O2 ફીટનેશ જીમ સાથે જોડાયેલા છે. બંન્ને યુવાનોએ રાજકોટ ખાતે મેડલ મેળવી સમગ્ર મોરબીનુ ગૌરવ વધાર્યુ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text