મોરબી : લખધીરપુરના સરપંચનો સાગરીત રૂ. 20 હજારની લાંચ લેતા પકડાયો, સરપંચ ફરાર

- text


બોરમાંથી પાણી કાઢવા દેવા માટે લાંચ માંગી ‘તી : એસીબીએ છટકું ગોઠવીને સાગરીતને રંગે હાથ ઝડપયો

મોરબી : મોરબીના લખધીરપુર ગામે એસીબીએ ગોઠવેલા છટકામા સરપંચનો સાગરીત બોરમાંથી પાણી કાઢવા દેવા માટે રૂ. 20 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયો છે. જો કે મુખ્ય આરોપી સરપંચ હાલ ફરાર હાલતમાં હોય તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લખધીરપુર ગામે સરકારી પડતર જમીનમાં બોર કરાવીને એક વ્યક્તિ સીરામીક એકમોને ટેન્કર મારફતે પાણી પૂરૂ પાડી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે ગામના સરપંચ જગદીશભાઈ જાદવ અને તેના સાગરીત પોકરલાલ વેણીરામ ગુર્જરે આ ધંધો ચલાવવા માટે રૂ. 30 હજારની લાંચની માંગણી કરી હતી બાદમાં 07/07/2019 ના આ વ્યક્તિએ રુ.10,000/- ચૂકવી આપ્યા હતા. બાકીના રૂ. 20 હજાર ચૂકવતા પૂર્વે તેણે એસીબીને જાણ કરી હતી.

- text

ત્યારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં ખોડિયાર હોટેલ પાસે સરપંચનો સાગરીત લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જો કે સરપંચ હાલ ફરાર હાલતમાં હોય તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં એસીબી મદદનીશ નિયામક એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ ઈ.ચા.જામનગર એ.સી.બી. પો.સ્ટે.ના ઇન્સપેક્ટર પી.વી. પરગડુ તથા જામનગર અને મોરબી એ.સી.બી.નો સ્ટાફ રોકાયેલ હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text