ટંકારાના શક્તિનગર નજીક પવનચક્કી સળગી

- text


ટંકારા : ટંકારાના શક્તિનગર પાસે આજે સાંજના 4:30 વાગ્યાના અરસામાં પવનચક્કી એકાએક સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના શક્તિનગર અને રોહિશાળા ગામ વચ્ચે બે મહિના પૂર્વે પવનચક્કી નાખવામાં આવી હતી. આ પવનચક્કી આજે સાંજના 4:30 વાગ્યા આસપાસ કોઈ કારણોસર સળગી ઉઠી છે. જેના લીધે ધુમાળાના ગોટેગોટા દેખાતા ગ્રામજનો એકત્રિત થઈ ગયા છે.

- text

આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે જનરેટર સળગવાથી આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text