માળીયા (મી.) : મોટાભેલા ગામની ચાર સંતાનની માતાને પરણિત પડોશી ભગાડી ગયો

- text


માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે ચાર સંતાનની માતાને તેના પડોશમાં રહેતો પરણીત યુવક ભગાડી ગયાની અરજી પરણિતાના પતિએ માળિયા પોલીસમાં કરતા પોલીસે નાસી છૂટેલા બન્નેની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ મોટાભેલા ગામે રહી છેલ્લા બે વર્ષથી કચ્છમાં ખાનગી કંપનીમાં પોતાનુ વાહન ચલાવી ગુજરાન ચલાવતા નાથાભાઈ કોળીને તેના ગામમાથી કોલ આવેલ કે તમારુ બાળક ગામ નજીક વાણંદની કેબીન પાસે રડે છે. જેની જાણ કરવા નાથાભાઈએ તેમના પત્નીને કોલ કરતા મોબાઇલ સ્વિચ ઓફ આવતા અન્ય સબંધીને જાણ કરતા સબંધીઓ તેમના નાના બાળકને ઘરે લઈ આવેલ. તે દરમિયાન તપાસ કરતા બાજુમાં રહેતા રાજેશ શંકરભાઈ ખાંભડીયા તેમની પત્નીને ભગાડી ગયાનુ માલુમ પડતા નાથાભાઈએ માળિયા પોલીસને એક અરજી દ્રારા જાણ કરી હતી. આગળની તપાસ માળિયા પોલીસે હાથ ધરી નાસી છૂટેલા બન્ને પ્રેમીઓને ઝડપી પાડવાની પ્રક્રિયા હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text