મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો માટે આવેદન

- text


મોરબી : ગઈકાલ તારીખ 15ને સોમવારના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, મોરબી જિલ્લા ટિમ દ્વારા કલેકટર મારફત માનનીય વડાપ્રધાન, માનવ સંસાધન વિકાસ મંત્રી, મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને માધ્યમિક શિક્ષકોની પડતર મંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text

ગઈકાલે માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં નિશ્ચિત થયા મુજબ માધ્યમિક શિક્ષકોની વિવિધ માંગણીઓ જેવીકે, સ્વતંત્ર માધ્યમિક શિક્ષણ આયોગની રચના, સાતમા પગારપંચના આધાર પર તમામ શિક્ષકોના વેતન ભથ્થા અને છઠ્ઠા અને સાતમા પગારપંચની વિસંગતતા દૂર કરવામાં આવે, નવી પેંશન યોજના બંધ કરી જૂની પેંશન યોજના ફરીથી ચાલુ કરવામાં આવે, “સમાન કામ સમાન વેતન” એ સિદ્ધાંતનું પાલન, વ્યવસાયિક શારીરિક શિક્ષણ કમ્પ્યુટર શિક્ષણ માટે કાયમી શિક્ષકોની નિયુક્તિ, માધ્યમિક શિક્ષણનું ખાનગીકરણની આડમાં વધતા વ્યાપારીકરણને રોકવામાં આવે વગેરે જેવી વિવિધ માંગણીઓ લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ આદ્રોજા તેમજ માધ્યમિક સંવર્ગના શિક્ષકોએ ઉપસ્થિત રહી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text