ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવીરાજસિંહને ગોળી ધરબી બાદમાં પોતે આત્મહત્યા કરી હતી

- text


મૂળ મોરબીના શાપરના રવિરાજસિંહની પ્રેમિકાએ પ્રથમ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું : એફ.એસ.એલ સહિતની ઝીણવટભરી તપાસમાં સનસનીખેજ ખુલાસો

રાજકોટ : ASI ખુશ્બુ કાનાબાર અને મૂળ મોરબીના શાપરના રહેવાસી (હાલ. રહે રાજકોટ) કોન્સ્ટેબલના રવિરાજસિંહના અપમૃત્યુ કે હત્યા મામલે FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. જે મુજબ ખુશ્બૂ કાનાબારે 4 ફૂટ દૂરથી પ્રેમી રવિરાજસિંહને ગોળી મારી તેની હત્યા કરી હતી ત્યારબાદ ખુદ પોતાની જ સર્વિસ પિસ્તોલથી આત્મહત્યા કરી હતી.

રાજકોટમાં લેડી ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ કેસ મામલે આજે સમગ્ર હકીકત સામે આવી છે. FSL રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે. આજે મોડી સાંજે ફોરેન્સિક રિપોર્ટ પોલીસને મળ્યો છે જેમાં રવિરાજસિંહની હત્યા બાદ ખુશ્બુએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટમાં સામે આવ્યું છે કે, રવિરાજ સિંહને 4 ફૂટ દૂરથી ગોળી મારવામાં આવી હતી. જ્યારે ખુશ્બૂના શરીરમાંથી મળેલ ગોળી પોઇન્ટ બ્લેન્કની હતી. ખુશ્બૂએ રવિરાજના નિષ્પ્રાણ ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું છે. તપાસમાં ખુશ્બૂના ખભા અને કપડાં પરથી ગન પાવડર મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડાં પરથી ગન પાવડર નથી મળી આવ્યો.

ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોંફરન્સમાં સમગ્ર બનાવનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે રવીરાજસિંહ અને ખુશ્બુને છેલ્લા 9 મહિનાથી પ્રેમ સંબંધ હતો. દરરોજ બંને સાથે જમતા હરતા ફરતા. રવિરાજસિંહ રોજ રાત્રે જમવા સમયે ખુશ્બુના આવાસ યોજનામાં ભાડે રાખેલા ફ્લેટ પર જતો અને મોડી રાત્રે 3 વાગ્યા બાદ પોતાના મવડી હેડક્વાર્ટર વાળા ઘેર જતો. ઘરે ગયા બાદ પણ બંને ફોનમાં ચેટિંગ પણ કરતા હતા.15 દિવસ પહેલા મુંબઇ સહિતની જગ્યાએ રવીરાજસિંહ અને ખુશ્બુ ફરવા ગયા હતા.

રવીરાજસિંહ ફ્લેટએ 9 વાગ્યાની આસપાસ આવતા અને રાત્રે 3 વાગ્યે ત્યાંથી નીકળી જતા. થોડા સમય પહેલા રવીરાજસિંહ અને ખુશ્બુ મુંબઇ, માથેરાન વિવેક કુછડીયાના પરિવાર સાથે ફરવા ગયા હતા ત્યારે રવીરાજસિંહના પત્નીનો ફોન આવ્યો હતો ત્યારે રવીરાજસિંહ અને ખુશ્બુ વચ્ચે માથાકૂટ થઈ હતી.
રવીરાજસિંહ અને ખુશ્બુ બંને એકબીજાને પતિ પત્ની હોય એ જ રીતે મેસેજ કરતા હતા એટલે એમની વચ્ચે અન્ય સબંધો હોઈ તેવું લાગી રહ્યું છે.

- text

બનાવની રાત્રે સવા ત્રણ વાગ્યે રવીરાજસિંહના પત્નીએ પતિને કોલ કર્યો હતો પણ તે કોલ રિસીવ થયો ન હતો. બાદમાં સવાર સુધી રવીરાજસિંહ ઘરે ન પહોંચતા રવિરાજસિંહના પત્નીએ સસરાને અને તેના પરિવારને વાત કરી શોધખોળ શરૂ કરેલી. આ પહેલા પત્નીનો પહેલો કોલ 11 વાગ્યે રવીરાજસિંહે કટ્ટ કર્યો હતો.

સમગ્ર બનાવની વિગત પ્રમાણે ખુશ્બુએ ફાયરિંગ કર્યું છે. ટોટલ ઘટનામાં 4 વાર ફાયરિંગ થયું હતું. પહેલી ગોળી રવિરાજસિંહને 1.5 ફૂટના અંતરેથી ખુશ્બુએ મારી હતી. બીજી અને ત્રીજી વાર મિસ ફાયર થયા બાદ ચોથી વાર ખુશ્બુએ રવિરાજસિંહના મૃતદેહનું માથું પોતાના ખોળામાં લઈ સૂસાઈડ કર્યું હતું. જો કે આ પહેલા રવીરાજસિંહને માર્યા બાદ તેના ઘામાંથી વહી રહેલા લોહીને ઓશિકાથી રોકવાનો ખુશ્બુએ પ્રયાસ કર્યો હતો. બાદમાં પોતે જાતને ગોળી મારી હતી.

બનાવ બાદ જ્યારે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે રવીરાજસિંહ પૂર્ણ કપડામાં હતા જ્યારે ખુશ્બુએ ટીશર્ટ તેમજ અંડરગારમેંન્ટ પહેર્યા હતા. 108ના સ્ટાફે ખુશ્બુ જીવે છે કે કેમ તે જોવા માટે બોડીને સ્પર્શ કર્યો ત્યારે ગન ખુશ્બુના હાથમાં હતી જે નીચે પડી ગઈ હતી. અનુમાન છે કે રવિરાજસિંહ ઘેર જવા માટે નીકળતા હતા ત્યારે થયેલી ચણભણથી અવેગમાં આવીને ખુશ્બુએ ગેલેરી તરફ મો રાખીને બેસેલા રવિરાજસિંહ પર ફાયરિંગ કર્યું હતું. રવીરાજસિંહને લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ ગોળી વાગી છે. જ્યારે ખુશ્બૂને રાઈટથી લેફ્ટ સાઈડ ગોળી વાગી છે. બન્ને જમણેરી જ હોવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે રવિરાજસિંહ પોતાના ડાબા હાથેથી પોતાના ડાબા લમણે ફાયરિંગ ન કરી શકે. એફ.એસ.એલના રિપોર્ટમાં પણ રવિરાજસિંહના હાથ કે કપડાં પરથી ગન પાવડર મળેલ નથી. આથી સ્પષ્ટ થયું કે ખુશ્બુએ પ્રેમીની હત્યા કર્યા બાદ ખુદે આત્મહત્યા કરી હતી.

હવે આ ઘટનામાં ફરિયાદી રવીરાજસિંહના પરીવારમાંથી થશે એવું સૂત્રો જણાવી રહ્યા છે. રવિરાજસિંહનો પરિવાર મોરબીના શાપરનો મૂળ રહેવાસી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text