મોરબીનો કેસરબાગ નંદનવન બનવાથી ફરી રોનક ખીલી ઉઠી

- text


શનિ-રવીની રજામાં મોટી સંખ્યામાં લોકો પરિવારો સાથે કેસરબાગ ઉમટી પડતા મેળા જેવું સર્જાતું વાતાવરણ

મોરબી : મોરબીનો રાજાશાહી વખતનો સૌથી મોટી કેસરબાગ ફરી નંદનવન બન્યો છે.આથી કેસરબાગમાં રોનક ફરી ખીલી ઉઠી છે. તેમાંય શનિ-રવીની રજામાં મોટી સંખ્યામાં લોકો પોતના બાળકો તથા પરિવારો સાથે બાગ ઉમટી પડી આનંદ કિલ્લોલ કરે છે.તેથી કેસરબાગમાં શનિ રવીની રજાઓમાં મેળા જેવું વાતાવરણ સર્જાય છે. આ લીલોછમ બાગમાં સદાય ખીલખીલાટ જ રહે છે. મોરબીના સામાકાંઠે આવેલ કેસરબાગની વર્ષોથી ખડેર જેવી હાલત હતી.ત્યારે લાંબા સમય પછી થોડા વર્ષો પહેલા પાલિકા તંત્ર દ્વારા કેસરબાગને નદનવન બનાવના પ્રયાસો હાથ ધરાયા હતા અને બાગમાં વ્યવસ્થિત લોન તથા ફૂટપાથ અને વૃક્ષો વાવીને બાળકો માટે રમત ગમતના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.એકંદરે આ બાગ ફરી લીલોછમ ઉપવન બની ગયો છે.તેથી બાગની રોનક ફરી ખીલી ઉઠી છે.કેસરબાગમાં બાળકો સહિતના લોકોનો ઘસારો વધ્યો છે.આ બાગમાં નિરાંતની પળો માણવા માટે અનુકૂળ વાતાવરણ ઉભું થવાથી અનેક લોકો બાગમાં આવે છે. ખાસ કરીને શનિ રવીની રજાઓમાં કેસરબાગમાં મેળા જેવું વાતાવરણ સર્જાય છે.શનિ રવીની રજાઓમાં માનવ મહેરામણ ઉમટી પડે છે.અનેક લોકો પોતાના બાળકો અને પરિવાર સમેત બાગમાં આવીને મોડે સુધી નિજાનંદ માણે છે.જોકે આ બાગ દિવસભર હર્યોભર્યો રહે છે અને રાત્રીના આશરે 12 વાગ્યા સુધી પણ ધમધમતો રહે છે.કેટલાક લોકો ભોજન પણ અહીં લાવીને કૂદરતી સાનિધ્યમાં બેસીને ભોજન ગ્રહણ કરવાનો આનંદ માણે છે.એકંદરે કેસરબાગની સ્થિતિ પહેલા કરતા બહેતર થઈ જ્યાંથી લોકોને હરવા ફરવા માટે આ બાગ માનીતું સ્થળ બની ગયું છે.

- text

લપસીયા અને હીંચકા તૂટી જવાથી અકસ્માતનો ભય

કેસરબાગનું થોડા વર્ષો પહેલા રીનોવેશન કરવામાં આવ્યું હતું ત્યારે બાળકોના નિજાનંદ માટે બાગમાં ખાસ લપસીયા અને હીંચકા નાખવામાં આવ્યા હતા.પરંતુ થોડા સમયમાં જ આ હીંચકા અને લપસીયા તૂટી ગયા હતા.હવે જોખમી બની ગયા છે.તેથી બાળકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.આથી જવાબદાર તંત્ર વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માગ ઉઠાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text