મોરબી પાલિકાની ટી.પી.કમિટીની બેઠક યોજાઈ

- text


અગાઉની બે બેઠક રદ થયા બાદ આજે ત્રીજી બેઠકમાં 40 જેટલા પ્લાનને મંજૂરી અપાઈ : અસંમજ ભરેલા ડી.પી.ની અમલવારી મામલે મવડાનો અભિપ્રાય લેવાનું નક્કી થયું

મોરબી : મોરબી નગરપાલિકામાં આજે ટી.પી.કમિટીની બેઠક યોજાઇ હતી.જોકે અગાઉની ટી.પી.કમિટીની બે બેઠકો રદ થયા બાદ આજે ત્રીજી બેઠકમાં 40 જેટલા પ્લાનને બોડી તરફથી મંજૂરી આપવામાં આવી હતી.જ્યારે સરકારના અસમંજ ભરેલા ડી.પી.પ્લાનની અમલવારી અંગે મવડા તંત્રનો અભિપ્રાય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકામાં આજે મળેલી ટી.પી.કમિટીની બેઠકમાં ડેપ્યુટી કલેકટર એસ.જે ખાચર, નગર નિયોજક ભાલોડીયા, ચીફ ઓફિસર સાગર રાડીયા, ટી.પી.કમિટીના ચેરમેન જીતુભાઇ ફેફર અને સભ્યો બીપીનભાઈ દેત્રોજા, નવીનભાઈ ધુમલીયા, , ભાનુબેન નગવાડિયા, તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં બોડી તરફથી ટી પી.કમિટીમાં 40 જેટલા પ્લાનને મંજુર કરવામાં આવ્યા હતા.જોકે 2016નો ડી.પી.પ્લાન મંજુર કરાયા બાદ નામંજૂર કરાતા તેની અમલવારી અંગે ભારે અનિશ્ચિતતા પ્રર્વતી રહી છે.આ ડી.પી.પ્લાન મુજબ કામ કરવું કે પાલિકાના 1971ના પ્લાન મુજબ કામ કરવું તે અંગે ભારે અસમંજ હોવાથી આ મામલે મવડાનો અભિપ્રાય લેવાનું આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.

- text

આ મીટીંગમાં બે કલાકની મેરેથોન બાદ 40 પ્લાન મંજુર કરવામાં આવ્યા હતા.અને એમાંથી અમૂકમાં કવેરી કાઢવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ ટી.પી કમિટીની બેઠક મળી હતી.ત્યારે આજ મુદ્દો છવાયેલો હતો કે, ડી.પી.પ્લાન મુદે મવડાનો અભિપ્રાય લેવો.આજે ફરી આજે મુદ્દો સામે આવ્યો છે.ત્યારે 2016નો સરકારે મજુરી કરીને નામંજૂર કરેલો ડી.પી પ્લાન કે પાલિકાનો 1971નો પ્લાન રાખવો તે મુદે મવડાનો અભિપ્રાય લીધા બાદ જ આ 40 પ્લાનની આગળની કામગીરી થશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text