હળવદ નજીક નર્મદા પેટા કેનાલમાં પડ્યું ગાબડું :હજારો લીટર પાણીનો બગાડ

- text


એક તરફ પંથકમાં પાણીની તંગી અને બીજી તરફ હજારો લીટર પાણી વેડફાઇ રહ્યું છે

હળવદ : હળવદ પંથકમાં અષાઢ માસ પણ અડધો પુરો થવા છતાં વરસાદ વાવણીલાયક નહીં પડતા ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે, ત્યારે હળવદ નજીક ટીકર રોડ પર નર્મદાની પેટા કેનાલમાં કોઈ આવારા તત્વોએ હેડપ બંધ કરી દેતા પેટા કેનાલ ગાબડું પડી ગયું હતું. જેનાથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેતર સુધી પાણી પહોંચે તેવા હેતુ સાથે પેટા કેનાલો બનાવવામાં આવી છે. પરંતુ હળવદ પંથકમાં મોટાભાગની પેટા કેનાલોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો પણ વારંવાર આક્ષેપ થતો આવ્યો છે. ઘણી જગ્યાએ તો કેનાલમાં પાણી આવ્યા પહેલા જ તૂટી જવાના પણ બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આજે હળવદ નજીક આવેલ ટીકર રોડ પર પસાર થતી પેટા કેનાલમાં કોઈ આવારા તત્વોએ હેડપ બંધ કરી દેતા કેનાલ ઓરફ્લો થઈ ગઈ હતી. તેમજ જોતજોતામાં કેનાલમાં મસમોટું ગાબડું પડી જતા હજારો લીટર પાણી વહિ રહ્યું છે. જે વહેલી તકે મરામત કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે, કે પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં થોડા દિવસોથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચે તે પહેલા બખનળીઓ નાખી પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવા તત્વો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text