માળીયા કેનાલમાં પાણી બંધ થતાં 13 ગામોના ખેડૂતો આગબબુલા

- text


વાવેતર થયા બાદ માળીયા કેનાલમાં છેલ્લા ચાર દિવસથી નર્મદાનું પાણી બધ થતા ખેડુતોમાં રોષ : ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતો કાલે જિલ્લા કલેકટરને આવેદન આપશે

માળીયા : માળીયા તાલુકાની માળીયા બ્રાંચ નર્મદાની કેનાલમાં છેલ્લા ચાર દિવસથી પાણી આવતું બેધ થઈ જતા ખેડૂતો આગબાબુલા થઈ ગયા છે. જોકે વાવેતર થઈ ગયા બાદ કેનાલમાં પાણી આવતું બંધ થઈ જવાથી ખેડૂતો રોષે ભરાયા છે અને આવતીકાલે શુક્રવારે માળીયા તાલુકાના 13 ગામના ખેડૂતો મોરબી જિલ્લા કલેકટર કચેરીએ મોરચો માંડીને આવેદન પત્ર આપશે.

- text

માળીયા તાલુકાના નર્મદા કેનાલ આધારિત સિંચાઈનો લાભ મેળવતા ઘાટીલા, વેજલપર, કુંભારીયા, વેણાસર, ચીખલી, સુલતાનપુર, વાધરવા, ખીરઈ સહિતના 13 ગામોમાં અણીના સમયે જ સિંચાઇની મોટી સમસ્યા સર્જાય છે. આ અંગે માળીયા બ્રાન્ચ કેનાલની ખેડૂત હિત રક્ષક સમિતિના અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, માળિયાની બ્રાન્ચ કેનાલમાંથી આ 13 ગામોના ખેડૂતો સિંચાઈ માટે નર્મદાનો પાણીનો લાભ લે છે. હાલની ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાયો છે. પરંતુ છેલ્લા એક મહિનાથી નર્મદા કેનાલમાંથી પાણી મળતું હોવાથી 13 ગામોના ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું. પણ માળિયાની બ્રાન્ચ કેનાલમાં છેલ્લા ચાર દિવસથી પાણી આવતું બધ થઈ ગયું છે. તેથી ખેડૂતોને પાકનું જતન કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. એક બાજુ વરસાદ ખેંચાયો હોય અને કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોનો પાક નિષફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી ફરી ખેડૂતોને કેનાલમાંથી સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ 13 ગામોના ખેડૂતો આવતીકાલે શુક્રવારે મોરબી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને કલેકટરને આવેદન આપશે તેમ તેમણે જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text