માળીયાના વેણાસર ગામે દેશી બંદૂકથી નિલ ગાયનો શિકાર : ત્રણ ઝડપાયા

- text


ગ્રામજનોની સતર્કતાથી વન વિભાગે ત્રણ શખ્સોને ઝડપી અન્ય બેની શોધખોળ હાથ ધરી

મોરબી : માળિયાના વેણાસર ગામે એક નિલ ગાયનો દેશી બંદૂકથી શિકાર કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ પાંચ શખ્સોએ નિલ ગાયને દેશી બંદૂકની ગોળી મારીને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું વનવિભાગની ધ્યાને આવ્યું છે. જોકે ગ્રામજનોની સતર્કતાથી વન વિભાગે 3 આરોપીઓને ઝડપી લીધા છે અને અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે વન વિભાગે પાંચ શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

- text

પ્રાણી અત્યાચારના આ હિસંક બનાવની વન વિભાગની ટીમ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા તાલુકાના વેણાસર ગામે સીમ વિસ્તારમાં કેટલાક શખ્સોનું ટોળું દેશી બનાવટની બંદૂક લઈને નિલ ગાયનો શિકાર કરવા પાછળ દોડીને નિલ ગાય પર દેશી બદુકમાંથી ભડાકા કર્યા હતા અને નિલ ગાય પર દેશી બદુકમાંથી ગોળીબાર કરીને શિકાર કર્યો હતો.આ ઘટનાને પગલે ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને નીલ ગાયનો શિકાર કરનાર ત્રણ શખ્સોને ઝડપીને વન વિભાગને હવાલે કરી દીધા હતા. આ બનાવ અંગે વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નીલ ગાયનો શિકાર કરવાની ઘટનામાં પાંચ શખ્સોની સંડોવણી ખુલી છે. જેમાં ત્રણ શખ્સો ઝડપાઇ ગયા છે અને અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વન વિભાગની ટીમ હાલ નીલ ગાયનો શિકાર કરવાની ઘટનામાં પાંચ શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગુના હેઠળ આરોપીઓને 3 વર્ષની સજા અને રૂ.25 હજારના દંડની જોગવાઈ છે. જ્યારે વન વિભાગે ત્રણ આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. સૂત્રોના જાણવા મળ્યા મુજબ શિકારની ઘટના બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને આરોપીઓ પાસેથી ગેરકાયદે બંદૂક આચકી લઈને તોડી નાખી હતી જે બંદૂક વન વિભાગે કબ્જે કરીને આ ઘટનામાં અન્ય વધુ શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે સઘન તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text