મોરબી નજીક ક્રિપટોન સીરામિક દ્વારા 370 વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગો પર્યાવરણને જાળવવાની નેમ સાથે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી રહ્યા છે. જે અંતર્ગત જેતપર પીપળી રોડ ઉપર ક્રિપટોન સીરામીક દ્વારા 370 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

- text

મોરબી નજીકના વિસ્તારોમાં આવેલા સીરામીક ઉદ્યોગો જાગૃત બનીને પર્યાવરણ જાળવવા માટે કમર કસી રહ્યા છે. ઉદ્યોગો દ્વારા તેના નજીકના વિસ્તારોમાં હાલ સઘન વૃક્ષારોપણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ જેતપર પીપળી રોડ ઉપર આવેલ ક્રિપટોન ગ્રેનીટો પ્રા. લી. દ્વારા 370 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીમડાના 40, કરંજના 10, કેનો કારપુસના 300 અને સરૂના 20 વૃક્ષો વાવવામાં આવ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text