મોરબી : ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચોપડા વિતરણ અને પુરસ્કાર સમારોહ યોજાયો

- text


વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલના આશરે 1450 વિદ્યાર્થીઓને પાંચ-પાંચ ફુલસ્કેપ ચોપડા અપાયા

મોરબી : આજ રોજ અષાઢી બીજ નિમિત્તે મોરબીના પ્રખ્યાત ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શહેરની સરકારી ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલના આશરે 1450 વિદ્યાર્થીઓને પાંચ-પાંચ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ અને પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ તારીખ 4ને ગુરુવારે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંદિર દ્વારા આ શાળાના ધો. 9 થી 12 માં ગત વર્ષે પ્રથમ, દ્વિતીય અને તૃતિય આવેલાં કુલ 26 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં દરેક પ્રથમ નંબરે ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીને ₹ 2500, દ્વિતીય નંબરે આવેલ દરેકને ₹ 1500 અને તૃતિય નંબરના વિદ્યાર્થીઓને ₹ 1000 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં મંદિરના ટ્રસ્ટીઓ શેખ, ધનુભા જાડેજા, શૈલેષભાઈ જાની, વિનુભાઈ ડાંગર, રઘુભા ઝાલા, રમેશભાઈ પટેલ, ભાવેશભાઈ મહેતા અને એલ.પી.યાદવ દ્વારા પુરસ્કાર અને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.

- text

આ મંદિર ટ્રસ્ટ દ્વારા વિકાસ વિદ્યાલયની 100 બાળાઓને પણ ફુલસ્કેપ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે મોરબી જિલ્લાના છેવાડાના ગામો પૈકી ખીરસરા, બોડકી, નવી નવલખી, લવણપુર, વર્ષામેડી, બગસરા, દેવગઢ, નવા દેવગઢ, જાજાસર, અમરાપર, નાગરપર, નિરૂપમાબેનનગરમાં પણ ફુલસ્કેપ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે મંદિરની દાનની રકમ લોકકલ્યાણ અર્થે ઉપયોગમાં લેવાય એવું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જે પૈકી ટોકન રકમથી ચાલતું દવાખાનું, ફુલસ્કેપ ચોપડા વિતરણ, દર બે વર્ષે 11 દિકરીઓનો સમૂહ લગ્નોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. આ તકે વી.સી. હાઈસ્કૂલના આચાર્ય બી.એન. વીડજા સહિત સમગ્ર શાળા પરિવાર તરફથી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટનો આભાર માનવામાં આવ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text