ટંકારા : ટેકનૉસ્ટાર દ્વારા સ્ટુડન્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

- text


વિરપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીથી માહિતગાર થયા

ટંકારા : ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક આધુનિક ટેકનોલોજીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરતા સ્ટુડન્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરપર પ્રાથમિક શાળાના આચાર્ય જસમતભાઈ ભેંસદડીયા અને શાળાના સ્ટાફના સહયોગથી ટેકનૉસ્ટાર દ્વારા રૂરલ એરિયા ડેવલપમેન્ટ અંતર્ગત હાલની આધુનિક ટેકનોલોજીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ક્ષેત્રે હાર્ટબીટ કાઉન્ટર, રોબોટિક ક્ષેત્રે રોબોટિક આર્મ, ડાન્સિંગ રોબોટ, લાઈન ફોલોવર રોબોટ, ઓબ્જેક્ટ ડિટેક્શન રોબોટ, મોબાઈલ ઓપરેટર રોબોટ અને ઓટોમેટિક સ્ટ્રીટ લાઈટ જેવી આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

અત્રે નોંધનીય છે કે, બાળકોમાં રહેલી આવડતને બહાર લાવવા તેમજ બાળકો પોતાની રીતે વિચારી શકે એ હેતુથી ટેકનૉસ્ટાર સરકારી શાળાઓમાં અવાર-નવાર આવા નિઃશુલ્ક વર્કશોપનું આયોજન કરતુ રહે છે અને ખાનગી શાળામાં ખુબ નોમિનલ ચાર્જ લઈને આવા વર્કશોપ યોજે છે. વર્કશોપ અને ટ્રેંઈનીગ માટે 7984378128 અથવા 9016812376 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text