ટંકારા : પાણીના મશીનોની ચોરી કરનાર ચાર ઝડપાયા

- text


ટંકારા : ટંકારાના રાજવડ ગામે આવેલ ડેમી નદીના કાંઠે રાખેલા ખેડૂતોના પાણીના મશીનો અને પંપની ચોરી થયાની ફરિયાદ નોંધાયા બાદ આ ચોરીના બનાવનો ભેદ ટંકારા પોલીસે ઉકેલી નાખ્યો હતો.જેમાં પોલીસે પાણીના મશીનોની ચોરી કરનાર ચાર શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના રાજાવડ ગામેં ખેડૂતો દ્વારા ડેમી નદીના કાંઠે નદીમાંથી ખેતર સુધી પાણી પહોંચાડવા માટે મશીન તેમજ પંપ ગોઠવાયા હતા. આ પાણીના મશીનો અને પંપ બે દિવસ પહેલા રાત્રીના સમય દરમ્યાન તસ્કરો ચોરી કરી ગયા હતા.આથી ખેડૂતો દ્વારા ટંકારા પો.સ્ટે.માં બે પંપ અને ડીઝલ એન્જીન મશીનની ચોરી અંગે કુલ રૂપિયા 20000ના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવાતા પોલીસે બનાવની ફરિયાદ નોંધીને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી.દરમ્યાન આજે ટંકારા પોલીસે આ ચોરીના બનાવનો ભેદ ઉકેલીને પાણીના મશીનોની ચોરી કરનાર બાબુ દેવજીભાઈ ભીલ, ભરત હેમુભાઈ મકવાણા, નરેશ મોહનભાઇ સોલંકી અને અર્જુન દેવજીભાઈ દેવીપૂજકને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

- text