રાજાવડલા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં હલુબેન મરડીયાએ મેદાન માર્યુ

- text


 

વાંકાનેર : રાજાવડલા ગ્રામ પંચાયતના તત્કાલિન સરપંચ પર અવિશ્વાસની દરખાસ્ત આવતા અને પસાર થતા પેટા ચૂંટણી કરવામાં આવી હતી. જે ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતાં. ચુંટણીમાં કુલ 2186નું મતદાન થયું હતું. જેમાં શેરસીયા જનુબેન ઇસ્માઇલભાઈને ૨૭ મત, મરડિયા હલુબેન ઇબ્રાહીમભાઇને 1270 મત અને વડાવ્યા રહેનાબેન હુસેનભાઇને 870 મત મળ્યાં હતાં. નોટામા 16 મત પડ્યાં હતાં. આમ આ ચૂંટણીમાં 397 મતે વિજય મેળવીને ચૂંટણીમાં હલુબેન મરડીયાએ મેદાનમાં માર્યુ છે.

- text