મોરબીમા આઇટીઓના ડરથી સ્કૂલ વાહનો સજ્જડ બંધ : વાલીઓને હાલાકી

- text


 

આરટીઓએ અગાઉથી જ સઘન ચેકીંગ કરવાની જાહેરાત કરી દેતા સ્કૂલ વાહનોએ રજા રાખી દીધી : એક શાળાએ આરટીઓ સાથે બેઠક કરતા ત્યાંના વાહનોને મુદત આપી દેવાઈ

મોરબી : મોરબીમાં આરટીઓએ ચેકીંગ કરવાની જાહેરાત કરી હોવાથી સ્કૂલ વાહનો આજે સજ્જડ બંધ રહ્યા હતા. જેના કારણે વાલીઓને બાળકોને શાળાએ તેડવા મેલવા જવાની ફરજ પડી હતી. જો કે એક શાળાએ આરટીઓ સાથે બેઠક યોજતા આરટીઓએ તેના વાહનોને મુદત પણ આપી હોવાનું જાણવા મળ્યું છે.

- text

મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ગઈકાલે આરટીઓના એઆરટીઓ જે.કે. કાપટેલે નિયમોના ઉલાળીયા કરતા સ્કૂલવાહનો સામે રીતસર તવાઈ બોલાવી હતી. ઉપરાંત તેઓએ સ્કૂલવાહનોનું ત્રણ ટિમો બનાવીને સઘન ચેકીંગ કરવાની જાહેરાત પણ કરી હતી. જેના પગલે આજે કાર્યવાહીના ડરથી સ્કૂલ વાહનો સજ્જડ બંધ રહ્યા હતા. સ્કૂલ વાહનો આજે ન ફરકતા વાલીઓએ પોતાના કામધંધા મૂકીને બાળકોને સ્કૂલે મુકવા તેમજ લેવા જવા પડ્યા હતા.

વધુમાં શહેરની શિશુ મંદિર શાળાના વાહનચાલકોએ આરટીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં આરટીઓ પાસે વાહનચાલકોએ જરૂરી માહિતી માંગી હતી. ત્યારે આરટીઓએ આ વાહનચાલકોને તમામ નિયમો અંગેનું માર્ગદર્શન આપીને નિયમોનું પાલન કરવા માટે 10 દિવસની મુદત પણ આપી છે.

- text