મોરબીના જેપુર ગામે 107 વર્ષના મતદાતા તેજીબેનનું સન્માન કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોએ પણ મતદાનમાં ઉત્સાહ દાખવ્યો હતો. મોરબીના જેપુર ગામના 107 વર્ષના તેજીબેન કલાભાઈ શેરશિયાએ પણ ગઈકાલે મતદાન કર્યું હતું. તેજીબેન શેરશિયા 107 વર્ષની ઉંમરે મતદાન કરવા ઉત્સાહ સાથે વ્હીલચેરમાં મતદાન મથકે પહોંચ્યા હતા. તેજીબેનની મતદાન પ્રત્યેની આ નિષ્ઠા જોઈને ફરજ પરના બુથ લેવલ ઓફિસર સુભાષભાઈ વાલજીભાઈ ખાંભરાએ તેજીબેનને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.

- text