મોરબીના રવાપરમાં સરકારી ખરાબાની કિંમતી જમીન વેચી નાખવાનો કારસો

- text


ખોટા સરકારી દસ્તાવેજો ઉભા કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી તાલુકાના રવાપર ગામે એક શખ્સે સરકારી ખરાબાના બે અલગ અલગ સર્વે નંબરના ખોટા કાગળ ઉભા કરીને આ કિંમતી જમીન વેચી નાખવાનો કારસો ઘડી ખોટા સરકારી દસ્તાવેજો ઉભા કરતા આ બાબતે નાયબ મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મળતી વિગત મુજબ મોરબીના નાયબ મામલતદાર ઉમરભાઈ સુમરાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 23 ઓક્ટોબર, 2018 થી 9મી માર્ચ, 2019 દરમિયાન રવાપર ગામ રહેતા કમલેશ રામજીભાઈ બોપલિયા નામના શખ્સે રવાપર ગામમાં આવેલ સર્વે નંબર ૫૬ અને ૫૮, જે સરકારી ખરાબા છે તેને વેચી નાખવાના ઇરાદે તેના નવી શારતના કાગળો જૂની શરતમાં ફેરવી, સંબંધિત અધિકારીના ખોટા સહીસિક્કા કરીને તેને વેચી નાખવાનો કારસો ઘડ્યો હતો. આ બાબત રેવન્યુ વિભાગને ધ્યાનમાં આવતા તપાસણી કરતા આ શખ્સ કમલેશે આ ભધુ આર્થિક લાભ માટે કર્યું હોવાનું કારણ બહાર આવ્યું હતું. આથી નાયબ મામલતદારે આ શખ્સ વિરુદ્ધ બી ડીવિઝનમાં ફરિયાદ નોંધાવી છે, જેની વધુ તપાસ પી.આઈ. આઈ.એમ. કોઢિયા ચલાવી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text