મોરબીમા વાહન હડફેટે બેના મોત : બીજા માળેથી નીચે પડતા પ્રૌઢે જીવ ગુમાવ્યો

- text


 

મોરબી : મોરબીમાં બે અલગ અલગ બનાવમાં વાહનની હડફેટે એક યુવક અને ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક બનાવમાં મકાનના બીજા માળેથી નીચે પટકાતા પ્રૌઢે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ક્રિષ્નાનગર-૨, વાવડી રોડ ખાતે રહેતા જયેશ અરવિંદ લખધીર ઉ.વ.35 પોતાનું બાઇક લઇને લૂંટાવદર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ કારે હડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત નીવડે તે પૂર્વે તેઓએ દમ તોડ્યો હતો.

- text

જ્યારે બીજા એક બનાવમાં શનાળા રોડ ઉપર રૂપાલી ભુપતભાઇ મંડેલ નામની ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી. તે વેળાએ જીજે 03 એઝેડ 9212 નંબરના બોલરોએ તેને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત અન્ય એક બનાવમાં લખધીર વાસમાં મકાનનું કામ ચાલી રહ્યું હતું. તે વેળાએ વાલજી પુંજા હડિયલ ઉ.વ.45 રહે. દાદાની વાડીવાળા બીજા માળેથી નીચે પટકાતા તેઓનું મોત નીપજ્યું હતું.

- text