મોરબી : ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા આજે રેડ પાડી 3 બાલમજૂરોનો સફળ બચાવ

- text


મોરબી : મોરબીમાં આજે તારીખ 18ને મંગળવારે જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા નહેરુ ગેટ વિસ્તારમાં અવેરનેસના ભાગરૂપે 3 બાળકોને બાલશ્રમમાંથી મુક્ત કરાવીને તેમના પુનઃસ્થાપન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોરબીમાં આજે નહેરુ ગેટ વિસ્તારમાં જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં મોબાઈલ અને ટાયરની દુકાનમાં કામ કરતા પંદર થી સત્તર વર્ષના 3 બાળકોને છોડાવ્યા હતા અને તેમના પુનઃસ્થાપન અંગેના પગલાં લેવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેમના અભ્યાસ માટેની પ્રક્રિયાઓ પણ શરૂ કરી હતી. આ કામગીરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સરકારી શ્રમ અધિકારી અને બાળ સુરક્ષા એકમ દ્વારા સફળ બનાવવામાં આવી હતી.

- text

બાળશ્રમિકો અંગેનો કાયદો બન્યા પછી પણ આજે ઘણા સમયથી ચાની લારીઓ, હોટેલો, રેકડીઓ વગેરે જગ્યાએ આજે પણ બાળકો પાસે મજુર તરીકે કામ કરાવવામાં આવે છે, આથી તંત્ર સમયાંતરે આવી જગ્યાઓ પર દરોડા પાડીને આવા બાળશ્રમિકોને પુનઃસ્થાપિત કરે તો આવા બાળમજૂરો ભણી શકે અને પોતાનું તથા પોતાના પરિવારનું જીવનધોરણ ઉંચુ લાવી શકે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text