મોરબીમાં તંત્રની કાર્યવાહીને પગલે ટ્યુશન કલાસીસને તાળા મારી સંચાલકો છુંમંતર

- text


ફાયર સેફટી મામલે પાલિકા તંત્રએ કાર્યવાહી શરૂ કરતાં ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલકોમાં ફફળાટ : સંચાલકો તાળા મારીને ભાગી જતા તંત્રએ વોટ્સએપ નોટિસ મોકલાવી

મોરબી : સુરતની ગોઝારી દુર્ઘટના બાદ મોરબી પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને આજ સવારથી જ પાલિકા તંત્રની ટીમ ફાયર સેફટીની સુવિધા ન ધરાવતા ખાનગી ટ્યુશન કલાસીસ પર ધોસ બોલાવી રહી છે.આ કાર્યવાહીના પગલે ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલકોમાં ફફલાટ મચી ગયો છે અને તંત્રની કાર્યવાહીથી બચવા ઘણા ટ્યુશન કલાસીસના સંચાલકો તાળા મારીને ભાગી જતા તંત્રએ તેમને વોટ્સએપમાં નોટિસ મોકલાવી છે.

સુરતના એક ખાનગી ટ્યુશન કલાસીસમાં 19 બાળકોનો આગમાં ભોગ લેવાય બાદ દરેક વખતે હાથ ઉપર હાથ રીખીને બેસતા મોરબી પાલિકા તંત્રને જોરદાર રેલો આવ્યો છે. જેના પગલે પાલિકા તંત્રએ બેઠક બોલાવીને એક તપાસ ટીમની રચના કરી હતી અને આજ સવારથી જ પાલિકા તંત્રની ટીમ ફાયર સેફટીની સુવિધાના અભાવ મામલે શહેરના ખાનગી ટ્યુશન કલાસીસ અને શાળાઓ તથા બહુમાળી ઇમારતોમાં તપાસ માટે ત્રાટકી છે. પાલિકા તંત્રની ટીમ જ્યાં પણ ફાયર સેફટીની સુવિધા ન હોવાનું જણાય તે સંસ્થાને બંધ કરવાના આદેશ સાથે ધડાધડ કારણ દર્શક નોટિસ ફટકારી રહી છે. ત્યારે જાણે ફાયર સેફટીની સુવિધા ન હોય તેવી ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલકો તંત્રની આ કાર્યવાહીથી બચવા માટે પોતાના ટ્યુશન કલાસીસને તાળા મારીને રફુચક્કર થઈ ગયા છે. મોટાભાગના ટ્યુશન કલાસીસ અને પ્રિ સ્કૂલના સંચાલકો તાળા મારીને ફરાર થઈ ગયા હતા. તેમ છતાં પણ ઉપરથી કડક આદેશ હોવાથી પાલિકા તંત્રની ટીમે તાળા મારીને ભાગી ગયેલા ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલકો અને પ્રિ સ્કૂલના સંચાલકોને વોટ્સએપમાં નોટિસ મોકલાવી છે. જોકે તંત્રની આ કાર્યવાહીથી ફાયર સેફટીના નિયમોનો ઉલાળીયો કરતી વિવિધ શૈક્ષણિક સંસ્થાના સંચાલકોના પગ તળે રેલો આવ્યો છે અને તંત્ર જો આવી રીતે સતત કડક કાર્યવાહી જાળવીને ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન કરાવે તે અત્યતં જરૂરી છે.

- text

 

- text