મોરબીમાં ફાયર સેફટી મામલે ટયુશન કલાસીસ, શાળા અને બહુમાળી ઇમારતોમાં ચેકિંગ શરૂ

- text


સુરતની ઘટના બાદ તંત્ર દોડતું થયું : રાજ્ય સરકારની સૂચનાને પગલે કલેકટરે ટ્યુશન કલાસીસોમા ફાયર સેફટીની સુવિધા ન થાય ત્યાં સુધી બંધ કરવાના આદેશો આપ્યા : પ્રધાનમંત્રી કૌશલ મંડળ સહિત પાંચથી વધુ સંસ્થાઓ તંત્રના ઝપટે ચઢી : 14 સંસ્થાઓને કારણ દર્શક નોટિસ ફટકારી

મોરબી : સુરતની ગોઝારી ઘટના બાદ ફાયર સેફટી મામલે અગાઉથી રામ ભરોસે રહેલા મોરબીમાં તંત્રને રેલો આવ્યો છે.પાલિકા તંત્રએ રાતોરાત મીટીંગ બોલાવીને ટીમનું ગઠન કર્યું હતું અને આજ સવારથી મોરબીમાં ટ્યુશન કલાસીસ અને શાળામાં તથા બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી મામલે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.બીજી તરફ રાજ્ય સરકારની સુચનને પગલે કલેકટરે જ્યાં સુધી ટ્યુશન કલસીસોમાં ફાયર સેફટીની સુવિધા ન મળે ત્યાં સુધી બધ રાખવાના આદેશો આપ્યા છે.અત્યાર સુધીમાં ચેકિંગ દરમ્યાન 14 જેટલી સંસ્થાઓમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાથી આ તમામને કારણ દર્શક નોટિસ ફટકારી છે.

- text

સુરતમાં શુકવારે એક ખાનગી ટ્યુશન કલાસીસમાં 19 થી વધું બાળકો આગના ખપ્પરમાં હોમાય ગયા બાદ મોરબીમાં પાલિકા તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.આથી મોરબીમાં ખાનગી ટ્યુશન કલાસીસ અને શાળા તથા બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા છે કે કેમ તેની સઘન તપાસ કરવા માટે મોરબી પાલિકા તંત્રએ આજે તાકીદની મીટીંગ બોલાવી હતી અને ફાયર સેફટીનું ચેકિંગ કરવાં માટે પાલિકા તંત્ર દ્વારા આજે એક ટીમની રચના કરવામાં આવી હતી.આ પાલિકા તંત્રની ટીમે આજ સવારથી શહેરના ખાનગી ટ્યૂશન કલાસીસ અને ખાનગી શાળા અને બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી મામલે સ્થળ તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે બીજી તરફ રાજ્ય સરકારની કડક સુચનને પગલે મોરબી જિલ્લા કલેકટર મકડોયાએ ખાનગી ટ્યુશન કલાસીસમાં જ્યાં સુધી ફાયર સેફટીની સુવિધા ન કરાઇ ત્યાં સુધી બધ કરવાના આદેશો આપ્યા છે. મોરબી પાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમે શહેરના પોશ વિસ્તાર રવાપર રોડ ઉપર ખાનગી ટ્યુશન કલાસીસ અને શાળા તથા હાઇરાઈઝ બીલડીગમાં ફાયર સેફટીની સુવિધા છે કે કેમ તેથી સ્થળ તપાસ હાથ ધરી છે.જેમાં ફાયર સેફટીની સુવિધા ન ધરાવતા 14 જેટલા આસમીઓની સંસ્થાઓને કારણ દર્શક નોટિસ ફટકારી દેવાઈ છે. અને પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રને પણ ફાયર સેફટીની અસુવિધા માટે નોટિસ ફટકારી છે..હજુ કાર્યવાહી ચાલુ છે અને આખો દિવસ કડક કાર્યવાહી થશે એવું પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસરે જણાવ્યું છે.અંત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ફાયર સેફટીની સુવિધાના નામે મીંડું છે.આ બાબતે તંત્ર પર અનેક વખત માછલાં ધોવાય છે.પણ તંત્રની અખ ઉડી ન હતી.ત્યારે સુરતની ઘટનાને પગલે મોરબીમાં તંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી છે .આજે આ કાર્યવાહી શરૂ તો થઈ છે.પણ મોટા માથાઓ આ કાર્યવાહીમાં બાધારૂપ બનશે કે કેમ અને આ કાર્યવાહી કેટલો સમય ચાલશે શુ તમામ તંત્ર તમામ સંસ્થાઓમાં ફાયર સર્ફતિની કડક અમલ કરાવશે કે દર વખતની જેમ થોડા સમય કાર્યવાહી થયા બાદ ભીનું સંકેલી લેવામાં આવશે.તેવો સવાલ ઉઠ્યો છે.

- text